Gujarat
ગાંધીધામ-નાગરકોઈલ, વેરાવળ-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે: ગાંધીધામ-નાગરકોઈલ, વેરાવળ-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે
વર્તમાન પરિસ્થિતિમાં મુસાફરોની સંખ્યા ઘટાડાને કારણે ગાંધીધામ-નાગરકોઈલ સાપ્તાહિક સ્પેશિયલ રદ રહેશે. તથા વાવાઝોડા તાઉતે ને કારણે વેરાવળ-બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર- બાંદ્રા ટર્મિનસ રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. તારીખ 28 મે, 2021 ના રોજ ગાંધીધામ થી ચાલવા વાળી ટ્રેન નંબર 06335 ગાંધીધામ - નાગરકોઈલ સ્પેશિયલ તથા તારીખ 25 મે, 2021 ના રોજ નાગરકોઈલ થી ચાલવા વાળી ટ્રેન નંબર 06336 નાગરકોઈલ - ગાંધીધામ સ્પેશિયલ રદ રહેશે.
2. તારીખ 19 મે, 2021 ના રોજ વેરાવળ થી ચાલવા વાળી ટ્રેન નંબર 09218 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તથા તારીખ 18 મે, 2021 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ચાલવા વાળી ટ્રેન નંબર 09217 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ સ્પેશિયલ રદ રહેશે.
3. તારીખ 19 મે, 2021 ના રોજ ભાવનગર ટર્મિનસ થી ચાલવા વાળી ટ્રેન નંબર 02972 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રદ રહેશે.
મુસાફરો સ્પેશિયલ ટ્રેન વિશે વિગતવાર માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
05/18/2021 02:19 PM