Gujarat
અમદાવાદ - પુણે દુરંતો સ્પેશિયલ અને અમદાવાદ - નાગપુર સ્પેશિયલ ટ્રેનો પુનઃ પ્રારંભ:
રેલ્વે પ્રશાસને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે દુરંતો સ્પેશિયલ અને અમદાવાદ-નાગપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે નીચે મુજબ છે: -
1. ટ્રેન નંબર 02297 અમદાવાદ - પુણે દુરંતો સ્પેશિયલ 02 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી રવાના થશે.
2. ટ્રેન નંબર 02298 પુણે-અમદાવાદ દુરંટો સ્પેશ્યલ 01 જૂલાઇ 2021 થી આગળની સૂચના સુધી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે પૂણેથી રવાના થશે.
3. ટ્રેન નંબર 01138 અમદાવાદ - નાગપુર સાપ્તાહિક સ્પેશિયલ 08 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે અમદાવાદથી રવાના થશે.
4. ટ્રેન નંબર 01137 નાગપુર-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 07 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી દર બુધવારે નાગપુરથી રવાના થશે.
મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.
06/26/2021 02:17 PM