Gujarat
જબલપુર ડિવિઝનના માલખેડી સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદની ત્રણ ટ્રેનો પ્રભાવિત રહેશે: જબલપુર ડિવિઝનના માલખેડી સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદની ત્રણ ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ મધ્ય રેલ્વેના જબલપુર ડિવિઝનના કટની-બીના રેલ ખંડના માલખેડી સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય અને ત્રીજી લાઇનના કાર્યને લીધે, અમદાવાદથી ચાલતી / પસાર થતી ત્રણ ટ્રેનો પ્રભાવિત રહેશે. જે નીચે મુજબ છે: -
- 25 જૂન 2021 ના રોજ ટ્રેન નંબર 05560 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ વાયા સંત હિરદારામ નગર, ઇટારસી, જબલપુર અને કટની થઈને દોડશે.
- 28 જૂન 2021 ના રોજ ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ સ્પેશિયલ વાયા જબલપુર, ઇટારસી અને સંત હિરદારામ નગર થઈને દોડશે.
- 26 અને 28 જૂન 2021 ના રોજ ટ્રેન નંબર 01465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ વાયા સંત હિરદારામ નગર, ભોપાલ, ઇટારસી અને જબલપુર થઈને દોડશે.
06/25/2021 02:12 PM